Training Scheme For Competitive Exams | સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય – ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડીને બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કહેવામાં આવે છે. આ આયોગ દ્વારા બિન અનામત વર્ગમાં આવતા આર્થિક રીતે નબળાં પરિવારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડે છે. બિન અનામત નિગમ દ્વારા ભોજન બિલ સહાય યોજના, ટ્યુશન સહાય યોજના, વાહન સહાય યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય યોજના વગેરે..
Bin Anamat Aayog દ્વારા અમલમાં મૂકેલી આ યોજના વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરિક્ષાર્થીઓ માટે છે. આ યોજના હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમ સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે.

Training Scheme For Competitive Exams
યોજનાનું નામ | સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય |
લાભાર્થી | ગુજરાત બિન અનામત વર્ગના વિધ્યાર્થી |
હેતુ | બિન અનામત વર્ગના આર્થિક નબળાં વર્ગના બાળકોને તાલીમ સહાય |
સહાય રકમ | Rs. 20,000/- અથવા ભરવાની થતી ફી બંને માંથી જે ઓછું હોય |
Yojana Official Website | https://gueedc.gujarat.gov.in/ |
Training Scheme Eligibility Criteria
gueedc દ્વારા આ તાલીમ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવાની નક્કી કરેલ છે.
- પરીક્ષાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
- ધોરણ-12 માં 60 કે તેથી વધુ ટકા હોવા જોઈએ.
- માન્ય થયેલા મંડળની તાલીમ મેળવતો હોવો જોઈએ.
- માન્ય થયેલી સંસ્થામાંથી તાલીમ મેળવતો હોવો જોઈએ.
- તાલીમ દરમ્યાન તાલીમાર્થી સરકારી નોકરી કરતા હોવા જોઈએ નહીં.
- પરીક્ષાર્થી જે પરીક્ષા માટે તાલીમ મેળવતા હોય તેની ઓછામાં ઓછી લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
- તાલીમાર્થી ઓછામાં ઓછી 60 દિવસની તાલીમ મેળવેલ હોવો જોઈએ.
- સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ 70 ટકા હાજરીને ધ્યાને લઈ અરજી મંજૂર કરવાની રહેશે.
- જે-તે વિધ્યાર્થીનું રહેઠાણ જે તે જિલ્લામાં હોય અને અભ્યાસહ કોઈ બીજા જિલ્લામાં કરતાં હોય તો તેમને સહાય મળવા પાત્ર છે.\
Training Institute Selection Standards
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા સરકારશ્રીના કાયદાઓ (GST, Income Tax, professional tax, etc..) હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા ઓછામાં ઓછી 20 વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઈએ.
- તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈશે.
- જેમ કે- 20 તાલીમાર્થી દીઠ 2 ક્વોલિફાઈડ શિક્ષક હોવા જોઈએ.
- 21 થી 50 તાલીમાર્થી સુધી 3 શિક્ષકો, 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને 71 થી 100 તાલીમાર્થી સુધી 5 શિક્ષકોનો ટીચીંગ સ્ટાફ હોવો જોઈએ.
Training Scheme Annual Income Details
બિન અનામત આયોગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ મેળવાવા માટે કુટુંબની આવક મર્યાદા નક્કી કરેલી છે. તેનાથી ઓછી આવક ધરાવતા કુટુંબમા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા Rs. 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
Training Scheme For Competitive Exams Documents
બિન અનામત યોજનાનો લાભ લેવા માટે બિન અનામત આયોગ દ્વારા નીચે મુજબના નક્કી કરેલા ડોકયુમેંટ ની જરૂરિયાત છે.
- આધારકાર્ડ
- ઉંમરનો પુરાવો (L.C/જન્મનું પ્રમાણપત્ર)
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-10 ની માર્કશીટની નકલ
- ધોરણ-12 ની માર્કશીટની નકલ
- સ્કલૂ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઇડ)
- એડ્મિશન લેટર
- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કલાસ સમાજ/સંસ્થા/ટ્રસ્ટ સંચાલિત છે, તો તેનો રજીસ્ટ્રેશ નંબર અથવા GST નંબરનો પુરાવો
- તાલીમ માટે ભરવાની થતી અથવા ભરેલી ફીનો પુરાવો
- સંસ્થાનો એડિમિશન લેટર (સ્પર્ધાત્મક પરીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
યોજના માટે રજિસ્ટ્રેશન કરવા અહિયાં ક્લિક કરો
યોજનાનું ફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ પર જવા અહિયાં ક્લિક કરો
નોંધ :- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ કાઢીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજો (સર્ટિફિકેટ, માર્કશીટ વગેરે)ની પ્રમાણીત કરેલ નકલ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક(વિ.જા)/જિલ્લા સમાજ કલ્યાણકારીશ્રીને સહાયની તમામ
અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોકલવાની રેહશે.
Important Links
વિવિધ યોજનાઓ માટેની માહિતી આપતા ગ્રુપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો |
સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો |
Frequently Asked Questions
Q. સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા કયા કોર્સનો સમાવેશ થાય છે?
જવાબ :- UPSC, GPSC, વર્ગ – 1, વર્ગ – 2 અને વર્ગ – 3 તેમજ UPSC, ગૌણ સેવા પસંદગી મંડળ વગેરેનો સમાવેશ થાય છે.
Q. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
જવાબ :- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
Q. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજનાનો લાભ લેવા લાયકાત ધોરણ કેટલું હોવું જોઈએ ?
જવાબ :- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ધોરણ 12 પાસ તથા 60 કે તેથી વધુ ટકા મેળવેલ હોવો જોઈએ.
Q. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલી સહાય મળવાપાત્ર છે? ?
જવાબ :- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના હેઠળ લાભાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે 20,000 રૂપિયા ની સહાય મળવાપાત્ર છે.
Q. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના માટે સંસ્થા ટ્રસ્ટ કેટલા વર્ષ જુની હોવી જોઇએ? ?
જવાબ :- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના માટે સંસ્થા ટ્રસ્ટ 3 વર્ષ જૂની હોવી જોઈએ.