Sukanya Samriddhi Account Scheme

Sukanya Samriddhi Account Scheme – સુકન્યા સમૃધ્ધિ ખાતા યોજના એ 10 વર્ષ સુધીની બાળકીઓ માટે એક બહુ જ લાભદાયી યોજના છે. આ યોજના માટેનું ખાતું તમે નજીકની પોસ્ટ ઓફિસ કે બઁક માં ખોલાવી શકો છો. યોજનાની વિગતવાર માહિતી અને જરૂરી ડોક્યુમેંટ્સની માહિતી નીચે મુજબ છે.

Sukanya Samriddhi Account Scheme | Sukanya Samriddhi Yojana 2023 Interest Rate

Sukanya Samriddhi Account Scheme

➭ બાળકી 10 વર્ષની થાય ત્યાં સુધી તેના નામે ખાતું ખોલાવી શકાય છે.

➭ એક છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.

➭ આ પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં ખાતું ખોલાવી શકાય છે.

➭ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹ 250/- અને વધુમાં વધુ ₹ 1.5 લાખ જમા કરવી શકાય છે.

➭ આ ખાતામાં 15 વર્ષ સુધી રકમ ભરવાની રહેશે.

➭ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષની મુદત પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થશે.

➭ ખાતાના 21 વર્ષ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રકમ યોજનાના વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે.

➭ ખાતામાં મેળવેલ વ્યાજ I.T Act ની કલમ-10 હેઠળ આવકવેરામાંથી મુક્ત છે.

➭ શિક્ષણ ખર્ચને પહોંચી વળવા અને ખાતાધારકના ઉચ્ચ શિક્ષણના હેતુથી પૈસા ઉપાડની મંજૂરી આપવામાં આવશે.

➭ 18 વર્ષની ઉંમર પછી છોકરીના લગ્નના કિસ્સામાં એકાઉન્ટ 21 વર્ષના સમય પહેલા બંધ કરી શકાય છે.

➭ ખાતું ભારતમાં ગમે ત્યાં એક પોસ્ટ ઓફિસ/બેંકમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે.

➭ I.T.Aક્ટની કલમ 80-C હેઠળ ડિપોઝિટ કપાત માટે લાયક છે.

નજીકની પોસ્ટ ઓફિસ અથવા બઁકનો સંપર્ક કરો અને સુકન્યા સમૃધ્ધિ ખાતા યોજનાનો લાભ મેળવો

Interest rate for Sukanya Samriddhi Account scheme 2023 | Benefits of Sukanya Samriddhi Account scheme
| Eligibility criteria for Sukanya Samriddhi Account scheme | Features of Sukanya Samriddhi Account scheme
Sukanya Samriddhi Yojana 2023