Sankat Mochan Yojana 2022 pdf | સંકટ મોચન યોજના | રાષ્ટીય કુટુંબ સહાય યોજના | ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. National Family Benefit Scheme (NFBS) તરીકે ઓળખાતી આ યોજના જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન / રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

Kisan Suryoday Yojana Gujarat 2022 Overview
સંકટ મોચન / રાષ્ટ્રીય કુટુંબ યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એકવાર રૂપિયા. 20000/- (વીસ હજાર)ની સહાય મળવાપાત્ર થાય છે. જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા સંકટ મોચન / રાષ્ટ્રીય કુટુંબ યોજનાની અરજી નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં તો સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
યોજનાનું નામ | સંકટ મોચન / રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) |
યોજના લાભ | 20 હજાર |
લાભાર્થી | મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુ થયેલ કુટુંબો |
ઉદેશ્ય | અવસાન પામેલ વ્યક્તિના પરિવારને આર્થિક સહાય આપવા |
Yojana Official Website | digitalgujarat.gov.in |
Sankat Mochan Yojana Eligibility
- BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
- મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.
Sankat Mochan Yojana Benefit
સંકટ મોચન / Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.
Sankat Mochan Yojana Document List
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની સંકટ મોચન / રાષ્ટ્રીય કુટુંબ સહાય અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થીને લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.
- મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો
- અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ
- રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)
- લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક
- અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો
- કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો
Also Read


How to apply for Sankat Mochan Yojana?
- ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
- ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- આ યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Important Links
Events | Links |
---|---|
Sankat Mochan Yojana Form | અહિયાં ક્લિક કરો |
Join Our Telegram Channel | અહિયાં ક્લિક કરો |
Official Website Link | અહિયાં ક્લિક કરો |
Frequently Asked Questions
Q. સંકટ મોચન યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans – ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
Q. Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?
Ans – લાભાર્થીઓને એક વાર Rs. 20,000/- ની સહાય આ યોજના હેઠળ મળે.
Q. સંકટ મોચન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?
Ans – લાભાર્થીઓએ પોતાના ગ્રામના VCE પાસેથી તથા તાલુકા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.
Q. આ યોજનાનો લાભ કોને મળે?
Ans – કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.