Samras Hostel Admission 2023 | સમરસ છાત્રાલય ઓનલાઈન એડમિશન ચાલુ

સમરસ હોસ્ટેની શરૂઆત

ગુજરાત રાજ્યના વિધ્યાર્થીઓને ઉચ્ચ અને ઉત્તમ શિક્ષણ મળી રહે એવા હેતુથી સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવવામાં આવેલ છે. અંતરિયાળ વિસ્તારના વિધ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે પોતાના વતનથી દૂર કોઈ શહેરમાં રહેવું પડે છે. વિધ્યાર્થીને શહેરમાં સારું રહેઠાણ મળી રહે એના માટે સરકાર દ્વારા સમરસ છાત્રાલયોની શરૂઆત કરવામાં આવેલ. ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી”ની સ્થાપના કરી છે.

સમરસ છાત્રાલયનો હેતુ

સમરસ છાત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય અને મુખ્ય સૂત્ર “બધી જાતિ એક જ છાપરા નીચે” છે. તમામ જ્ઞાતિઓ વચ્ચે મહાન સુસંગતતા, સુસંગતતા અને ક્રિયાપ્રતિક્રિયા સાથે “નવા ભારત” નું નિર્માણ કરવું અને સમાજમાં એક આદર્શ સમુદાયનું નિર્માણ કરવું એ સમરસ છાત્રાલયોનો ઉદ્દેશ્ય છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને અન્ય જરૂરી વસ્તુઓની (જેમ કે યોગ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી) વિના મૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં 9 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુલ મળીને 13,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ યોજનાના ઓનલાઇન ફોર્મ Digital Gujarat વેબસાઇટ પરથી ભરી શકાશે.

Samras Hostel Current Status

As per data mentioned in offical website 20 samaras hostels located in 10 District (Ahmedabad, Anand, Bhavnagar, Bhuj, Himmatnagar, Jamnagar, Patan, Rajkot, Surat, Vadodara) for Boys and Girls having total capacity of 13,000 students.

Samras Hostel Admission 2023 Notice

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ,
વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: ૨૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

Samaras Hostel Admission Notice Release Date01/06/2023
Samaras Hostel Admission 2023 Last Date25/06/2023
Samras Hostel Admission 2023 NotificationDownload PDF
Samras Hostel Admission 2023 Apply LinkApply Now
Check Other Govt. JobsOnlinegovjob.in

Samras Hostel Admission Requirements

વિધ્યાર્થીને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ગ કે સેમેસ્ટરમાાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ ૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટિમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાાં આવશે (નોંધ: વિધ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ). જે યુનિવર્સિટિમાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા
જોઈએ.

વિધ્યાર્થી દ્વારા કરવામાાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાાં સ્થાન મેળવનાર વિધ્યાર્થીઓ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાનપત્રોની ચકાસણી કરાવવાની રહશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાાં આવશે.

જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોરમાં ભરેલ માહિતી જેવી કે ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો કે વિગતોમાં તફાવત જણાશે તો તેવા વિધ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે. સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.

Samras Hostel Renewal Admission

  • સમરસ છાત્રાલયમાં અગાઉના અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યઅલુ વિદ્યાથીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહશે.
  • ગ્રુપ -૨ અને ગ્રુપ -૩ના રિન્યુઅલ વિદ્યાથીઓ જે બીજા વર્ષે પણ છાત્રાલયમાાં રેહવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં
    યુનિવર્સિટિ માણી ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધ ગુણ મેળવેલ હોવા જોઈએ. ગ્રપુ -૧ના રિન્યૂ વિધ્યાથીઓ માટે ટકાવારી ૫૦% રહેશે.

Samras Hostel Online Application

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધ્યાર્થીઓ ફ્ક્ત ઓનલાઈન અરજી કરીને જ છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકશે. આ ઓનલાઇન અરજી બે વેબસાઇટ પરથી થઈ શકશે. છાત્રાલય પ્રવેશ માટેના ફોર્મ Samaras Hostel ની ઓફિશીયલ વેબસાઈટ પરથી અને Digital Gujarat Portal પરથી ભરી શકાશે.

Samras Hostel Registration Process

સમરસ છાત્રાલય એડમિશન માટે રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા પડશે.

  • પ્રવેશ મેળવવા ઇચ્છુક વિધ્યાર્થી સૌપ્રથમ samaras hostel ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • સમરસ હોસ્ટેલ ઓફિસિયલ વેબસાઇટ – https://samras.gujarat.gov.in/home/
  • ત્યારબાદ ડાબી બાજુમાં આપેલ “Chhatralay Online Admission” વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારી સમક્ષ “Login Page” ખુલશે.
  • નવું એડમિશન મેળવવા ઇચ્છુક વિધ્યાર્થીએ “Register” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • registartion form માં મંગેલ માહિતી (જેવી કે First Name, Last Name, Surname, Date of Birth, Aadhar No, etc…) ભરવાની રહેશે.
  • ફોર્મમાં તમારો Mobile Number & Email id Verify કર્યા બાદ “Register” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • successfull registration બાદ તમારો યુઝરનેમ અને પાસવર્ડ સાચવીને રાખવાનો રહેશે.

Samras Hostel Apply Online Process

સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઓફિસિયલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેને સંપુર્ણ રીતે વાંચ્યા પછી જ છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

વિધ્યાર્થી સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે વિધ્યાર્થીએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા જોઈએ

  • રજિસ્ટર્ડ વિધ્યાર્થીએ ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે – https://samras.gujarat.gov.in/Admission/
  • જે વિધ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી હોય એ લોકો ઉપર મુજબના પગલાં અનુસરીને પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે.
  • લિન્ક પર ગયા બાદ વિધ્યાર્થીએ પોતાનું email address, password અને captcha code દાખલ કરીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • Login બટન પર ક્લિક કર્યા બાદ વિધ્યાર્થીએ એડમિશન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી documents upload કરવાના રહેશે.
  • Admission Form Successfully Fill કર્યા બાદ એ ફોર્મની ઝેરોક્ષ કઢાવી લેવાની રહેશે.

Samras Hostel Registration And Application Help Manual

Samras Hostel Admission Document List

સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં રહેવા માટે નિશ્ચિત ધારા-ધોરણ નક્કી કરેલા છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.

    ● પાસપોર્ટ સાઈઝનો ફોટો

    ● છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ

    ● L.C ની નકલ

    ● જાતિના દાખલાની નકલ

    ● આવકના દાખલાની નકલ

    ● આધાર કાર્ડની નકલ

    ● વિદ્યાર્થી અંધ અપંગ હોય તો તેનું પ્રમાણ પત્ર (સક્ષમ અધિકારીનું)

    ● વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું)

    ● જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધારો

    ● એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ

    ● કેરેક્ટર સર્ટિફિકેટ

    ● મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર

Samras Hostel Locations

ગુજરાત રાજ્યમાં નીચે મુજબના સ્થળ પર સમરસ હોસ્ટેલ આવેલ છે. વિધ્યાર્થીઓ નીચે દર્શાવેલ સ્થળો માટે સમરસ હૉસ્ટેલના પ્રવેશ ફોર્મ ભરી શકશે.

  • અમદાવાદ સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • ભુજ સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • વડોદરા સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • સુરત સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • રાજકોટ સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • ભાવનગર સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • જામનગર સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • આણંદ સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • હિંમતનગર સમરસ કન્યા અને કુમાર છાત્રાલય
  • પાટણ સમરસ કન્યા અને કુમાર છાત્રાલય

Samras Hostel Category-wise Seats

Samaras Hostel Locations in Gujarat