Sakhi One Stop Center Scheme | સખી વન સ્ટોપ સેન્ટર યોજના | Sakhi One Stop Center Scheme Helpline Number | Ministry Of Women & Child Development Department | Sakhi One Stop Center Scheme Benefit
મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવેલી છે. સમગ્ર રાજ્યમાં તમામ રાજ્યમાં હિંસા પીડિતને એક જ રીતે પૂરી આશ્રયની સંકલિત સેવાઓ માટે ઓગષ્ટ 2016 થી વન સ્ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મુખ્યમથકે ‘સખીવન સ્ટોપ માર્કેટ’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ OSC સેન્ટર 24×7 કલાક માટે 365 દિવસ ચાલુ રહે છે પોલીસની સેવામાં રહે છે.
ભારત સરકારના મહિલા અને વિકાસ વિભાગ હેઠળ દરેક રાજ્યના મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસ માટે વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં રાજ્યમાં WCD ગુજરાત- મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓનું મોનીટરીંગ કરવામાં આવે છે. જેમ કે 181 મહિલા હેલ્પલાઈન, વિધ્વા સહાય યોજના, વહાલી દિકરી યોજના, સખીવન સ્ટોપ માર્કેટ વગેરે. સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા પણ કોઇપણ જગ્યાએથી કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
Sakhi One Stop Center Yojana Video
One Stop Center Scheme Overview
જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે મહિલા હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. One Stop Center દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ (Psychological Counseling) આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.
Sakhi One Stop Center Scheme Services
- હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે.
- મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે.
- મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે
- સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
- પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે
Sakhi One Stop Center Scheme નો લાભ કોણ લઈ શકે ?
જાહેર સ્થળ, ખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ આ સેન્ટરનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના જાતિ,જ્ઞાતિ,ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. મહિલાના વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત કે ઉંમરના ભેદભાવ વિના Sakhi One Stop Center Scheme ની સેવાઓનો લાભ લઈ શકે છે. નીચે આપેલી હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ લઈ શકે છે.
- ઘરેલું હિંસા
- શારીરિક હિંસા
- જાતિય હિંસા
- માનસિક હિંસા
- એસિડ એટેક
- મહિલાઓના અનૈતિક વ્યાપાર
- અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ
સમસ્યાના નિકાલ માટેની કાર્યપદ્ધતિ
સખી વન સ્ટોપ સેન્ટર પર આવતી પિડીત મહિલાઓની સમસ્યાઓનું સમાધાન લાવવા પ્રયત્ન કરવાનો પ્રયત્ય કરવામાં આવે છે. પિડીત મહિલાની સમસ્યા જાણવામાં આવે છે. જે માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે. આ સેન્ટર દ્વારા મહિલાઓની સમસ્યાઓ દૂર કરવા માટે નીચે મુજબની કાર્ય પદ્ધિતી અપનાવવામાં આવે છે.
- કોઈપણ હિંસાનો ભોગ બનેલી મહિલા માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની તમામ સેવા નિઃશુલ્ક છે.
- સખી સેન્ટર પર આવેલી પીડિત મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખવામાં આવે છે.
- કાયદાની મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ કરવામાં આવે.
- સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવવા, જેમાંથી પોતે પસંદ કરે તે વિકલ્પ અનુસરવો.
- પીડિત મહિલાઓને ભયમુક્ત કરવી અને આત્મ સન્માન જાળવવામાં મદદ કરવી.
Sakhi One Stop Center Helpline Number
રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલા પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો તે સમયે 181 Abhayam Mahila Helpline પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે. હિંસાથી પીડિત મહિલાને રહેવા માટે સુરક્ષિત જગ્યા ન હોવાના કિસ્સામાં “સખી-વન સ્ટોપ સેન્ટર” પર આશ્રય માટે મોકલી પણ આપવામાં આવે છે.
Important Links
વિવિધ યોજનાઓ માટેની માહિતી આપતા ગ્રુપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો |
કોચિંગ સહાય યોજના માટે ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો |
Frequently Asked Questions
Q. સખી વન સ્ટોપ સેન્ટર એટલે શું?
Ans – કોઈપણ હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એકમાત્ર સેન્ટર એટલે “Sakhi One Stop Center”
Q. Sakhi One Stop Center Scheme નો લાભ કોણ લઈ શકે છે?
Ans – મહિલાઓ જાહેર, ખાનગી કે કુટુંબ સ્થળ પર કોઈપણ હિંસાનો ભોગ બનેલા મહિલાઓ આ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. મહિલાઓ ઉપર થયેલ ઘરેલુ હિંસા, શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક હિંસા કે અન્ય કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ પિડીત મહિલા સેન્ટરનો લાભ લઈ શકે છે.
Q. Sakhi One Stop Center Scheme માં કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવે છે?
Ans – આ સેન્ટર પર પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, પોલીસ સહાય, ઇમરજન્સી સેવાઓ, તબીબી સહાય આપવામાં આવે છે. તથા મહિલાઓને ટૂંકા ગાળાનો વિનામૂલ્યે આશ્રય આપીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે
Q. સખી વન સ્ટોપ સેન્ટર ક્યાં આવેલું હોય છે?
Ans – આ સેન્ટર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકે, સિવિલ હોસ્પિટલની નજીક આવેલું હોય છે.
Q. One Step Center સુધી કેવી રીતે પહોંચી શકાય છે?
Ans – મહિલા જ્યારે કોઈપણ હિંસાનો ભોગ બન્યા હોય, ત્યારે ગુજરાત સરકારની 181 Women Helpline પર કોલ કરી શકે છે. 181 મહિલા હેલ્પલાઇન નંબર તમને “સખી વન સ્ટોપ સેન્ટર” સુધી પહોંચાડવામાં મદદ કરશે. મહિલાને મારઝૂડ કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે આ સેન્ટરમાં વિનામૂલ્યે આશ્રય મેળવી શકે છે,
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.