PSI Important Notice regarding Provisional Selection Cutoff and Candidates Lists 2022

PSI Important Notice regarding Provisional Selection Cutoff and Candidates Lists

તા.૧૪/૧૦/૨૦૨૨ PSI ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.
જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે. જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.

  • કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..
  • કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..

ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત
પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.
પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
ઉમેદવારો તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.આ કામચલાઉ યાદીમાં કટઓફ નીચે મુજબ છે.(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL322.75280.50258.20
EWS318.75272.50255.00
SEBC318.25275.50254.60
SC325.75260.60
ST260.75224.25208.60

(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL317.00275.50253.60
EWS317.41272.00253.93
SEBC316.75275.25253.40
SC
ST261.25230.50209.00

(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL292.25233.80
EWS288.50230.80
SEBC285.45228.36
SC289.75231.80
ST252.75202.20

(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)

CategoryMALEFEMALEEx Service Man
GENERAL291.75249.50233.40
EWS289.00241.00231.20
SEBC285.25242.00228.20
SC278.00229.75222.40
ST225.75197.00180.60
  • આ કામચલાઉ અને હંગામી યાદીના Select Categoryના કોલમમાં (1) UPSI = બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED POLICE SUB INSPECTOR ) (2) IO= ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર (INTELLIGENCE OFFICER) (3) APSI= હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (ARMED POLICE SUB INSPECTOR ) (4) UASI= બિન હથિયારી મદદનીશ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED ASSISTANT SUB INSPECTOR) જે ધ્યાને લેવુ.
  • આ PSI કામચલાઉ અને હંગામી યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
  • ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
  • આ કામચલાઉ અને હંગામી યાદી અંગે કોઇ રજુઆત હોય તો ઉમેદવાર તા.૧૭.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૩, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી અને તારીખ વિતી ગયા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

Also ReadPGVCL 12th Allotment List 2022

Also Read – બેન્ક ઓફ બરોડા 346 જગ્યાની ભરતી

Also Read – IOCL 1535 જગ્યાઓની ભરતી

Also Read – ONGC 871 જગ્યાઓની ભરતી

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.