Pashu Vyaj Sahay Yojana 2022 – પશુ વ્યાજ સહાય યોજના

Pashu Vyaj Sahay Yojana 2022: પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨ : ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુની ખરીધી માટે લીધેલ લોન પર 12% સુધી વ્યાજ સહાય માટે યોજના જાહેર કરેલ છે. આ યોજના દ્વારા પશુપાલકો નવા પશુઓની ખરીધી કરી વધુ કમાણી કરી શકે છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પશુપાલનની યોજનાઓ હેઠળની એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને ગામ માં રોજગારનો આધારસ્તંભ બનાવવું છે. આ યોજના થકી વર્ષ 2022 સુધીમાં પશુપાલકોની આવક બમણી કરવા માટે આર્થિક પ્રોત્સાહનો દ્વારા ગ્રામ્ય સ્તરે પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવો. પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી પૂરી પાડે છે. આ પશુપાલનની યોજનાનો લાભ મેળવવા માટે I khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨ - Pashu Vyaj Sahay Yojana 2022

પશુ વ્યાજ સહાય યોજના

Pashu Vyaj Sahay Yojana 2022

Launched Byકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
Scholarship Nameપશુ વ્યાજ સહાય યોજના
Scholarship Benefitપશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને ગામ માં રોજગારનો આધારસ્તંભ બનાવવું
Apply Modeઓનલાઇન
Startig Date01.05.2022
Last Date31.07.2022

પશુ વ્યાજ સહાય યોજના લાભ

● આ યોજના હેઠળ 1 થી 20 જેટલા દુધાળા પશુઓ ની ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે.

● પશુપાલકને આ યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી. પરંતુ પશુપાલકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દુધાળા પશુઓ ખરીધવા માટે કોઈ લોન લીધેલ હોય તો તે લોનના વ્યાજમાં 12% જેટલી સહાય મળે છે.

● આ સહાય 5 વર્ષની સુધીની લોન મુદત પર મળે છે.

પશુ વ્યાજ સહાય યોજના માટે પાત્રતા

જો તમે ગુજરાત પશુપાલનની યોજનાઓ લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી લોન લીધેલ હોવી જોઈએ.
  • આ લોન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લીધેલ હોય.
  • પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પશુ વ્યાજ સહાય યોજના માટે પાત્રતા

જો તમે પશુ વ્યાજ સહાયયોજના લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

● અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

● આ યોજના થકી વ્યાજ સહાય મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં જ ધિરાણ (લોન) લીધેલ હોવી જોઈએ.

● આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે/સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા/બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

પશુ સહાય યોજના માટે ડોક્યુમેન્ટ્સ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  • 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદારનો મોબાઈલ નંબર

પશુ વ્યાજ સહાય યોજના માટે ઓનલાઇન અરજી ?
  1. સૌપ્રથમ લાભાર્થીએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી. ત્યારબાદ “યોજના” પર ક્લિક કરવું.
  2. પછી ક્રમ નંબર-3 પર “પશુપાલનની યોજનાઓ” ખોલવાની રહેશે.
  3. જેમાં હાલની સ્થિતિએ ક્રમ નંબર—4/5/6 પર અનુક્રમે “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય”/ “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય” / “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય” બતાવશે.
  4. જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
  5. હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  6. ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  7. લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવું.
  8. હવે “પશુપાલનની યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરો.
  9. ત્યાર બાદ ફરીથી ભરેલી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  10. લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  11. છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.

  • તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
  • ત્યારબાદ તે પેજ પર ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? અને તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો? તે પસંદ કરો.
  • તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.

છેલ્લા શબ્દો

આ આર્ટિકલમાં પશુ વ્યાજ સહાય યોજના – Pashu Vyaj Sahay yojana Gujarat વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

Important Links

એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકો માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકો માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકો માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
પશુપાલક ઓનલાઈન અરજીનુ સ્ટેટસ ચેક કરોઅહીં ક્લિક કરો
Pashu Vyaj Sahay Yojana - પશુ વ્યાજ સહાય યોજના

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.