Palak Mata Pita Yojana | પાલક માતા પિતા યોજના | Apply Now

Palak Mata Pita Yojana | પાલક માતા પિતા યોજના | Gujarat Government Palak Mata Pita Yojana form | પાલક માતા પિતા યોજના અરજી ફોર્મ pdf | Palak Mata Pita Yojana Details

ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પ્રયત્નશીલ છે. રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકોને રક્ષણ આપવા અર્થે સરકાર દ્વારા ઘણી બધી ‘સરકારી યોજનાઓ’ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અને માનસિક અત્યાચાર કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે. અનાથ બાળકોને માસિક રૂ. 3,000/- ની સહાય એમના ખાતામાં DBT મારફતે ચૂકવાય છે.

Palak Mata Pita Yojana Overview

યોજનાનું નામપાલક માતાપિતા યોજના
યોજના હેતુઅનાથ બાળકોને આર્થિક સહાય મળી રહે
લાભાર્થીરાજ્યના અનાથ બાળકો
સહાય રકમRs. 3,000/-
Yojana Official Websitegueedc.gujarat.gov.in/
  • જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. ૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે

Palak Mata Pita Yojana Eligibility

  • ગુજરાતમાં વસતા 18 વર્ષ સુધીના તમામ અનાથ બાળકો
  • જેમના માતા-પિતા બન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને “પાલક માતા પિતા યોજના (Palak Mata Pita Yojana)”નો લાભ મળશે.

પાલક માતાપિતા યોજના હેઠળ મળવાપત્ર લાભ

માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકને પણ મહિને 3000/- હજારની સહાય ચૂકવાશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જે બાળકોની સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.

પાલક માતાપિતા યોજના માટે અગત્યના ડોક્યુમેંટ્સ

પાલક માતાપિતા યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.

  1. બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  2. બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ
  3. જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  4. માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  5. આવકના દાખલાની નકલ (Income Certificate)
  6. બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  7. બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  8. બાળકના આધારકાર્ડની નકલ
  9. પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  10. બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  11. પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

પાલક માતાપિતા યોજના અમલીકરણ

રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.

Palak Mata Pita Yojana Application Form (અરજી ફોર્મ)

આ યોજનાની ઓનલાઇન અરજી e samaj kalyan portal પર કરી શકે છે. વિધ્યાર્થીઓ પોતાની અરજી ઓફિસિયલ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઈને કરી શકે છે.

How to apply for Palak Mata Pita Yojana?

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવાનું રેહશે.
  • ત્યારબાદ Home Page પર “Director Social Defense” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
  • ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને  Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
  • Apply Now પર ક્લિક કરવાથી યોજનાનું ફોર્મ ખૂલી જશે. જેમાં માંગ્યા મુજબની વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે. તમામ વિગતો ભરી, ડોક્યુમેન્‍ટ Save and Upload Photo & Signature પર જઈને ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ભર્યા બાદ અને Document ઉપલોડ કર્યા બાદ જો માહિતી યોગ્ય હોય તો નીચે આપેલ Confirm Application પર ક્લિક કરીને અરજી Submit કરવાની રહેશે. જે અરજી નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Important Links

વિવિધ યોજનાઓ માટેની માહિતી આપતા ગ્રુપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો
પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો
પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો

Frequently Asked Questions

Q. પાલક માતાપિતા યોજના શું છે?

Ans – જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોનો પાલક માતા પિતા યોજના (Palak Mata Pita Yojana) હેઠળ દર મહિને રૂ. 3000/- આપીને આર્થિક સહાય આપવામાં આવે છે.

Q. પાલક માતા પિતા યોજના હેઠળ કેટલી સહાય રકમ મળે છે?

Ans – પાલક માતા પિતા (Palak Mata Pita Yojana) યોજના હેઠળ વિધ્યાર્થીને મહિને 3,000/- સુધીની સહાય રકમ મળે છે.

Q. પાલક માતા પિતા યોજના માટેની અરજી કયા કરવામાં આવે છે?

Ans – પાલક માતા પિતા યોજનાની અરજી e samaj kalyan portal પર કરવામાં આવે છે . વિધ્યાર્થીઓ પોતાની અરજી ઓફિસિયલ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ ઉપર કરી શકે છે.

Q. પાલક માતાપિતા યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?

Ans – પાલક માતાપિતા યોજના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.


Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.