NMMS Exam Notification 2022 | National Means Cum Merit Scholarship Super Scheme

Nmms exam notification 2022 – nmms exam notification 2022 application form, nmms exam notification 2022

NMMS Exam 2022 Notification - National Means Cum Merit Scholarship Scheme 2022 Application Form
NMMS Exam Notification 2022

NMMS Exam Notification 2022

NMMS Exam Notification 2022 | NMMS Scheme 2022 Application Form | National means cum merit Scholarship 2022 – રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક Rs. 1,000/- લેખે વાર્ષિક Rs. 12,000/- મુજબ ચાર વર્ષ સુધી કુલ Rs. 48,000/- સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ પરીક્ષા માટેના ફોર્મ ઓફિસિયલ વેબસાઇટ પર તા: ૧૧/૧૦/૨૦૨૨ થી તા: ૦૫/૧૧/૨૦૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે

શિષ્યવૃતિ સ્કીમNational means cum merit scholarship (N.M.M.S)
સ્કૉલરશિપ હેતુનબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે
લાભાર્થીગુજરાત રાજ્યના N.M.M.S પરીક્ષામાં મેરિટમાં આવેલ વિધ્યાર્થીઓ
શિષ્યવૃતિ રકમઆ સ્કૉલરશિપમાં વિધ્યાર્થીઓને Rs. ૧૨,૦૦૦/-, એવા ૪ વર્ષ સુધી કુલ Rs. ૪૮,૦૦૦/- મળવાપાત્ર છે.
Article NameNMMS Exam Notification 2022
Official WebsiteClick Here
HomePageClick Here

Also Read : ₹ 15,000 – ટ્યૂશન સહાય યોજના

Also Read : ₹ 31,000 – ગુજરાત ઈનામી યોજના

Also Read : ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ યોજના

NMMS Exam Notification 2022 – લાભ

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક Rs. 1,000/- લેખે વાર્ષિક Rs. 12,000/- મુજબ ચાર વર્ષ સુધી કુલ Rs. 48,000/- સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. ધોરણ 8માં આ પરીક્ષા આપ્યા બાદ નિયત ક્વોટામાં મેરીટ લિસ્ટ માં આવતા વિધ્યાર્થીઓને ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 સુધી દર વર્ષે Rs . 12,000/- ની શિષ્યવૃતિ મળવાપાત્ર થસે.

NMMS Exam Notification 2022 Link
NMMS Exam Eligibility Criteria
  • વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
  • ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
NMMS Exam Income Criteria
  • એન. એમ. એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક Rs. ૩,૫૦,૦૦૦/ થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
NMMS Exam Document List

➜ ચલણ ભર્યાની પાવતી 

➜ ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો

➜ વિકલંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો)

➜ આવકનો દાખલાની પ્રમાણિત નકલ (સરકાર શ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રેહશે.

➜ જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (સરકાર શ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રેહશે – જો લાગુ પડતું હોય તો)  

Also Read : સ્વામી વિવેકાનંદ શિષ્યવૃતિ સહાય

Also Read : વિધ્યાર્થી લેપટોપ સહાય યોજના

Also Read : ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના

NMMS Scholarship Exam Fee

➜ જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી Rs. ૭૦/- રહેશે.

➜ S.C તથા S.T અને PwH કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી Rs. ૫૦/- રહેશે.

➜ કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં

NMMS Exam 2022 Structure
Sr. Noકસોટી પ્રકારપ્રશ્નોગુણસમય
1MAT – બૌદ્ધિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મિનિટ
2SAT – શૈક્ષણિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મિનિટ

➜ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રેહશે.

➜ વિધ્યાર્થીની પસંદગી પ્રમાણે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે

➜ આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી (MCQ) સ્વરૂપની રેહશે.

➜ આ કસોટી દરેક પ્રશ્નનો એક ગુણ નો રેહશે.

➜ આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં

➜ અંધ વિધ્યાર્થીઓને 30 મિનિટ થી વધારાનો સમય મળવાપત્ર થશે.

NMMS Exam 2022 Syllabus

૧. MAT – બૌદ્ધિક યોગ્યતા કસોટી

➜ MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે.

➜ આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે. 

૨ . SAT – શૈક્ષણિક યોગ્યતા કસોટી

➜ SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.

➜ આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Quistion MCQ Bases) રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

  • ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
NMMS Exam Qualifying Marks
  • જનરલ અને ઓ.બી.સી કેટેગરીના વિધ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રેહશે.
  • S.C અને S.T કેટેગરીના વિધ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રેહશે
  • ક્વોલિફાઈનગ ગુણ મેળવનાર વિધ્યાર્થીઓ પૈકી જીલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલા ક્વોટા મુજબ મેરિટમાં આવતા વિધ્યાર્થીઓ જ શિષ્યવૃતિને પાત્ર ઠરશે
NMMS Exam Online Application Process

➜ પરીક્ષા માટેના આવેદનો તારીખ 11/10/2022 ના બપોરે 3 વાગ્યે થી લઈને તારીખ 05/11/2022 ના 11.59 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

➜ પરીક્ષા માટેના આવેદનો ઓફિસિયલ વેબસાઇટ પર કરવાના રેહશે. અરજી કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબના છે.

  • સૌપ્રથમ www.sebexam.org વેબસાઇટ પર જવું
  • Apply Online ઉપર ક્લિક કરવું.
  • National means cum merit scholarship scheme – (STD 8) સામે Apply Online પર ક્લિક કરવું
  • ત્યારબાદ એપ્લિકેશન ફોરમેટ દેખાશે. તે ફોરમેટમાં સંપૂર્ણ માહિતી ભરવાની રેહશે.
  • વિધ્યાર્થીની વિગતો U-DISE Number આધારે ભરવાની રેહશે
  • શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રેહશે
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીને Application Number સેવ કરી લેવાનો રેહશે
  • Upload photo and signature પર ક્લિક કરીને Application Number અને Birth Date નાખીને ફોટો અને સહી અપલોડ કરવાના રેહશે
  • ત્યારબાદ Confirm Application પર ક્લિક કરીને Application Number અને Birth Date નાખીને અરજીને કન્ફર્મ કરો.
  • Print Application & Fee Challan પર ક્લિક કરીને Confirmation Number અને Birth Date દાખલ કરો
  • ત્યાંથી તમારી ફોર્મની પ્રિન્ટ કાઢી લો, પછી અરજી ફી જમા કરાવી દો.
NMMS Exam Important Dates

Online Application starting date

➜ 11th October 2022

Online Application Last date

➜ 5th November 2022

Last date for fees payment

➜ 10th November 2022

NMMS Exam date

➜ Approx December 2022/January 2023

Important Links

Govt. Official WebsiteClick Here
Login Page LinkClick Here
Our Official WebsiteClick Here
Home PageClick Here
Frequenlty Asked Questions (FAQs)
NMMS Exam Full Form ?

➜ NMMS Exam નું પૂરું નામ National means cum merit scholarship scheme છે.

NMMS સ્કૉલરશિપનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા છે?

➜ એન. એમ. એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક Rs. ૩,૫૦,૦૦૦/ થી વધારે ના હોવી જોઇએ.

NMMS શિષ્યવૃતિનો લાભ કોને આપવામાં આવે છે?

➜ ધોરણ 8 માં ભણતાની સાથે જે વિધ્યાર્થીઓ NMMS પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા હોય એમને આ સ્કૉલરશિપનો લાભ આપવામાં આવે છે.

NMMS Scholarship હેઠળ વિધ્યાર્થીઓને કેટલી રકમ આપવામાં આવે છે ?

➜ વિદ્યાર્થીઓને માસિક Rs. 1,000/- લેખે વાર્ષિક Rs. 12,000/- મુજબ ચાર વર્ષ સુધી કુલ Rs. 48,000/- સુધીની રકમ આપવામાં આવે છે.

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.