Mahila Samridhi Yojana – Gujarat Government Launched Mahila Samridhi Yojana For The Women who are doing their own business & not have that many funds. So Government has decided to give them Sahay. Details are uploaded on onlinegovjob.in

Mahila Samridhi Yojana
✦ મહિલા સમૃદ્ધિ યોજના ૨૦૨૨ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે. મહિલાઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે છે.
✦ આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
✦ ગુજરાતમાં રહેતી ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિની વિકાસ માટે આ યોજના બહાર પાડવામાં આવેલું છે. આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓ લઈ શકે છે.
યોજનાનો મુખ્ય હેતુ
✦ આ યોજના દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ આપવા માટે આ યોજના કાર્ય કરે છે.
✦ આ યોજના મહિલા પોતાની પસંદગીનો ધંધો/વ્યવસાય કરી શકે છે.
લોન મેળવવાની પાત્રતા
✦ આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઈએ.
✦ તા.૦૧/૦૪/૨૦૧૮થી આવકની પાત્રતામાં તમારા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.3 લાખ સુધીની રહેશે, જેની અંદર રૂ.1.50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમ ઓછામાં ઓછા 50% રકમ ફાળવવામાં આવશે.
✦ અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી 21 વર્ષથી 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
✦ અરજદાર તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા/ વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જોઈએ.
✦ અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીન આપવા પડશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતા
✦ લોનની મહતમ મર્યાદા રૂ.1,25,000/- સુધીની રહેશે.
✦ વ્યાજનો દર વાર્ષિક 4% રહેશે
✦ આ યોજના હેઠળ ધંધો/વ્યવસાયની રકમની ૧૦૦% લોન આપવામાં આવશે.
✦ લોનની રકમમાં 95% રાષ્ટ્રીય નિગમ, 5% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો 0 રહેશે.
✦ આ લોનની રકમ વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
✦ અરજદારનો આવકનો દાખલો
✦ અરજદારના જાતિનો દાખલો
✦ રહેઠાણનો પુરાવો (આધારકાર્ડ,વીજળી બિલ વગેરે)
✦ વ્યવસાય માટેનો દાખલો
✦ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
visit official website: Click Here

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & Scheme Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.