LIC પોલિસીની માહિતી મેળવો વૉટ્સએપ પર, ઘરે બેઠાં બેઠાં

LIC પોલિસીની માહિતી મેળવો વૉટ્સએપ પર, ઘરે બેઠાં બેઠાં :- માર્ચ મહિનો નજીક આવે એટલે આપડે બધા પોત પોતાની એલઆઇસી પોલિસીના પ્રીમિયમ ભરવા માટે દોડાદોડી કરવા માંડતા હોઈએ છીએ. એમાં ઘણી વખત કન્ફ્યુઝન થાય પ્રીમિયમની રકમમાં, ઘણી વખત કયા દિવસે પ્રીમિયમ ડ્યુ થાય છે એની તારીખમાં અને બીજા કોઈ પણ ચાર્જિસ જો લાગ્યા હોય તો એ જાણવા માટે તો એજન્ટ ને 50 ફોન કરવા પડે. પણ આ બધી જ વસ્તુઓ હવે કોઈપણ વ્યક્તિને ફોન કર્યા વગર ઘરે બેઠા આપણા ફોનમાં WhatsApp માં માહિતી આવી જાય તો કેટલી આરામ મળી જાય? જો તમે જાણવા માંગતા હોય તમારી એલઆઇસી પોલિસી ને લઈને દરેક ઇન્ફોર્મેશન તમારા WhatsApp માં કઈ રીતે આવી શકે તો એના માટે આ લેખ પૂરો વાંચજો.

LIC પોલિસીની માહિતી મેળવો વૉટ્સએપ પર, ઘરે બેઠાં બેઠાં

LIC પોલિસીની માહિતી મેળવો વૉટ્સએપ પર, ઘરે બેઠાં બેઠાં

હવે પોલિસીની દરેક માહિતી માટે તમારે એક ફોન નંબર તમારા મોબાઈલમાં સેવ કરવાનો છે. જે નંબર છે 8976862090, આ ફોન નંબર  સેવ થાય પછી WhatsApp માં આ નંબર પર તમારે Hi લખવાનું છે. Hi લખશો એટલે સામે એક મેન્યુ તમને દેખાશે જેમાં પ્રીમિયમ ડયુ ની ઇન્ફોર્મેશન પોલીસી ની બીજી બધી જ સર્વિસ ની માહિતી લખેલી હોય છે.

Services Available Online

  1. પ્રીમિયમ ડ્યુ
  2. બોનસ ઇન્ફોર્મેશન
  3. પોલિસી સ્ટેટસ
  4. લોન યોગ્યતા કોટેશન
  5. લોન પુનઃ ભૂગતાન કોટેશન
  6. લોન વ્યાજ ડ્યુ
  7. પ્રીમિયમ ભર્યાનું સર્ટિફિકેટ
  8. ULIP – Statement of Units
  9. LIC સર્વિસ લીનક્સ

હવે તમારે જે ઇન્ફોર્મેશન જોઈતી હોય એ નંબર લખીને જો તમે રીપ્લાય કરશો તો એ નંબર ને લાગતી વળગતી સર્વિસ નો લાભ તમે લઈ શકશો ધારોકે તમે 1 લખીને રીપ્લાય કર્યો છે તો તમારે જેટલી પોલીસી ચાલતી હશે તે પોલીસી તમારા ફોન નંબર જોડે કનેક્ટેડ હશે તે બતાવશે.

હવે તમારે જાણવું છે કે તમારું કેટલું પ્રીમિયમ છે એમાં મેં રિસ્પોન્સમાં 1 લખીને મોકલશો તો એક નંબરની જે પોલિસી છે એનું કેટલું પ્રીમીયમ ડ્યુ છે કઈ તારીખે એની ઇન્ફોર્મેશન પણ તમને આવી જશે અને નીચે પ્રીમિયમ પેનું બટન નીચે આવશે,  તેના ઉપર ક્લિક કરશો તો સીધું વેબસાઈટમાં ઓપ્શન ખુલશે. જે ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે આ પ્રીમિયમ છે એ જે પોલીસી નું હોય એનું ભરી રહ્યો છું તે એન્ટર કરવાની છે. એન્ટર કરીને તમારા ફોનથી તમે તમારી પોલીસી નું પ્રીમિયમ ભરી શકશો. એ પણ વોટ્સએપ યુઝ કરીને એજન્ટ ને ફોન કર્યા વગર

હવે જો એવું પણ બને કે તમે આમાં કોઈ પણ રિસ્પોન્સ આપો છો પછી તમને કોઈ એરર મેસેજ દેખાડે કારણ કે તમે LIC પોર્ટલ ઉપર ક્યારે તમે પેહલા લોગીન નથી કર્યું. તો ચિંતા ના કરો તમને સમજાય દઈએ કે કઈ રીતે લોગીન કરવાનું .

તમારે google ઉપર લખવાનું છે LIC INDIA સર્ચ કરવાનું થશે તમે સર્ચ કરશો એટલે તમને LIC ઇન્ડિયાની વેબસાઈટ દેખાશે. એમાં કસ્ટમર ઉપર તમારે ટાઈપ કરવાનું છે એમાં તમે નીચે જશો તો તમને ન્યુ યુઝર કે રજીસ્ટર યુઝર દેખાડે છે તમે આજ સુધી પોર્ટલ યુઝ નથી કર્યું એટલે તમને આ એરર આવી છે તો ન્યુ ઉઝર પર ક્લિક કરી એટલે લોગીન કરવાની બધી જ માહિતી તમને આપી દેશે તમારો એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે અહી એક વાત ધ્યાન રાખવાની થશે કે  તમારી પોલિસીની જોડે સેટ થયેલો જે ફોન નંબર હોય એ ફોન નંબર થી જ એકાઉન્ટ બનાવશો તો તમારા માટે બધું બહુ જ ઇઝી થઈ જશે.

આવી રીતે જ બીજી કોઈ પણ સર્વિસનો તમારે લાભ લેવો છે તો આ ઓપ્શનમાંથી તમે સર્વિસ સિલેક્ટ કરી લાભ લઇ શકો છો અને એની બાજુમાં જે નંબર છે એ દબાઈને રિસ્પોન્સ કરશો તો પછી સર્વિસ નો લાભ તમને મળી જશે. આ માહિતી બહુ જ જરૂરી છે સેવ કરી લેજો અને કોઈ પણ વ્યક્તિ છે જેમને એની જરૂરત પડી શકે એમની જોડે શેર કરજો. ધન્યવાદ