Kisan Suryoday Yojana Gujarat 2022 | કિસાન સૂર્યોદય યોજના 2022 ગુજરાતી | માનનીય નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના ગુજરાતના ખેડૂતોના ફાયદા માટે કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીને લગતી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી સિંચાઈ સંબંધિત સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. તેના માટે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને યોજનાનો લાભ પહોંચાડે છે. પરંતુ ઘણા ખેડૂતો એવા છે જેમને સિંચાઈ માટે વીજળીની ઉપલબ્ધતા નથી. અને તેમનો પાક ખરાબ થયી જાય છે. યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો અને ખેતીને લગતી ઘણી સમસ્યાઓનું સમાધાન કરવામાં માટેનું છે. સાથે સાથે સરકાર શ્રી દ્વારા ખેડૂતો વીજળી ઉત્પન્ન કરીને આવક મેળવી શકે એ હેતુ થી સોલર ફેન્સિંગ યોજના ની શરૂઆત કરવામાં આવેલી.

Kisan Suryoday Yojana Gujarat 2022 Overview
કિસાન સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પાકની સિંચાઈ માટે વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની મદદથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અસ્તિત્વમાં લાવવામાં આવશે. કેટલાક જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે જેને પ્રથમ લાભ આપવામાં આવશે જેમાં પાટણ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ, ગીર-સોમના અને ખેડા, આણંદ જિલ્લાઓને પ્રથમ લેવામાં આવ્યા છે. આ પછી, અન્ય જે જિલ્લાઓ હશે તે ખેડૂતોની સ્થિતિ અનુસાર પસંદ કરવામાં આવશે. સૂર્યોદય યોજના હેઠળ 2023 સુધીમાં ગુજરાતને સક્ષમ રાજ્ય બનાવવાની યોજના ચાલી રહી છે. જેથી ખાસ કરીને ખેડૂતો સુધી વધુ નફો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
યોજનાનું નામ | કિસાન સૂર્યોદય યોજના – ગુજરાત |
યોજના શરૂઆત | 24 ઓક્ટોબર 2020 |
લાભાર્થી | ગુજરાતનાં દરેક ખેડૂત |
ઉદેશ્ય | ખેડૂતને સિંચાઇ હેતુ વીજળી આપવી |
Yojana Official Website | https://gujaratindia.gov.in/ |
Kishan Suryoday Yojana Benefits
- ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે જેમાં તેઓ નિયત સમયમાં પાણીની જરૂરિયાત મુજબ સિંચાઈ કરી શકે છે.
- ગુજરાત સૂર્યોદય યોજના હેઠળ સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ગુજરાત સૂર્યોદય યોજના માટે સરકાર દ્વારા 3500 કરોડનું બજેટ બનાવવામાં આવ્યું છે.
- જિલ્લાવાર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જેમાં જે જિલ્લાઓને વધુ જરૂર છે અથવા જ્યાં પાણીનો જથ્થો ઓછો છે તેવા જિલ્લાઓને પ્રથમ તબક્કામાં વીજળી પૂરી પાડવામાં આવશે.
- Kisan Suryoday Yojana શરૂ થવાથી જે ખેડૂતોનો પાક દર વખતે પાણીની ઉપલબ્ધતાના અભાવે બગડતો હતો, હવે તે ખેડૂતોનો પાક નાશ પામતો બચી જશે.
- સિંચાઈ માટે વીજળી મળવાથી ખેડૂતોની આવક બમણી થશે અને તેમના ખેતરો પણ ફળદ્રુપ બનશે.
Kishan Suryoday Yojana Document List
કિશાન સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.
- આધાર કાર્ડ
- ઓળખપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
- જમીન સંબંધિત દસ્તાવેજો
How to apply for Kishan Suryoday Yojana?
- આ યોજનામાં અરજી કરવા માંગતા ઉમેદવારો એ સિંચાઈ માટે વીજળીની ઉપલબ્ધતા મેળવવા અંગે રાહ જોવી પડશે કારણ કે, તાજેતરમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. જેના માટે સરકાર દ્વારા હજુ સુધી અરજી માટે કોઈ દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા નથી. જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા આ યોજનામાં અરજી કરવા અંગે કોઈપણ ઓફિશિયલ વેબસાઈટ જારી કરવામાં આવશે અથવા કોઈ સૂચના જારી કરવામાં આવશે, ત્યારે અમે તમને અમારા આર્ટીકલ દ્વારા અપડેટ આપતા રહીશું. જેની માટે આપ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો. ગ્રુપ ની લિન્ક નીચે મુજબ છે.
- વૉટ્સઅપ ગ્રુપ લિન્ક :- https://chat.whatsapp.com/IGm3aoQSdJ55CExP4STgDD
Important Links
Events | Links |
---|---|
Join Our Whatsapp Group | અહિયાં ક્લિક કરો |
Join Our Telegram Channel | અહિયાં ક્લિક કરો |
Official Website Link | અહિયાં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.