જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના: જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્વસહાય જુથોને ગ્રામ્ય કક્ષાએ કે ૨૦૦૦૦ કે તેથી ઓછી વસ્તીવાળા નગરમાં રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે. અહી આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપેલ છે.
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના |
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના
Launched By | રાજ્ય સરકાર |
યોજના નામ | જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના |
Scholarship Benefit | રોજગારના વધુને વધુ નવા માર્ગોનું નિર્માણ |

જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના સહાય |
અ.નં. | લોનની રકમ | અનુ.જાતિ/અનુ. જનજાતિ/મહિલા/શા.વિકલાંગ/મા. સૈનિક | અન્ય |
૧ | રૂ.૧૦ લાખ સુધી | ૩૦ ટકા | ૨૫ ટકા |
૨ | રૂ.૧૦ લાખ થી રૂ.૨૫ લાખ | રૂ.૧૦ લાખના ૩૦ ટકા + બાકીની રકમના ૧૦ ટકા | રૂ.૧૦ લાખના ૨૫ ટકા + બાકીની રકમના ૧૦ ટકા |
- બેંકની શાખા તરફથી મંજૂર કરેલ ધિરાણની પૂરેપૂરી રકમની ચુકવણી કરવામાં આવ્યા બાદ બેંક તરફથી માર્જીન મની ક્લેમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીન મનીની રકમ બે વર્ષ સુધી કરજદારના નામે કરજદારના ખાતામાં સરકારશ્રીના અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે વર્ષ બાદ જે તે યુનીટ સફળતા પૂર્વક ચાલુ હોવા અંગે જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખરાઈ કરી બેંકને પ્રમાણપત્ર આપવાનુ રહેશે. ત્યારબાદ બેંક માર્જીન મનીની રકમ કરજદારના ખાતામાં જમા લઈ શકશે.
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના લોન મર્યાદા |
યોજના લોન મર્યાદા
- ₹ ૧ લાખથી વધુ અને ₹ ૨૫ લાખ સુધીના ઉત્પાદનલક્ષી નવા પ્રોજેકટને બેંક તરફથી ધિરાણ મંજૂર કરવામાં આવશે.
- આ યોજનાના હેતુ માટે પરિયોજના ખર્ચમાં પ્લાન્ટ ખર્ચ, યંત્ર સામગ્રી ખર્ચ અને આ બન્ને ખર્ચના વધુમાં વધુ ૧૦ ટકા જેટલી કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે.
- પરિયોજના ખર્ચમાં જમીનની તથા મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં. પ્રોજેકટ પ્રવૃત્તિ માટે પ્લાન અને મશીનરીનું રોકાણ ઓછામાં ઓછુ ₹ પ લાખ હોવું જોઇશે.
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના લાયકાત |
યોજનાની શૈક્ષણિક લાયકાત
- લાભાર્થી ધોરણ ૧૦ પાસ હોવા જોઈએ.
- લાભાર્થી પાસે નિયત ધંધાનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
યોજના વય મર્યાદા
- લાભાર્થીની ન્યૂનતમ ઉંમર: ૨૫ વર્ષ
- લાભાર્થીની મહત્તમ ઉંમર: ૫૦ વર્ષ
છેલ્લા શબ્દો
આ આર્ટિકલમાં જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.
આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.
Important Links
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
યોજના ઠરાવ ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
Download Application Form | અહીં ક્લિક કરો |
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.