IPS Hasmukh Patel On Junior Clerk Exam, વહેલી તકે લેવાશે પરીક્ષા : IPS હસમુખ પટેલ

IPS Hasmukh Patel on Junior Clerk Exam 2023 – Gujarat Government has appointed IPS Hasmukh Patel as the new in-charge chairman of Panchayat Seva Selection Board. IPS Hasmukh Patel Said That Be Ready For Junior Clerk, Exam would be conducted in april. Read article for more.

IPS Hasmukh Patel On Junior Clerk Exam

સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને કમનસીબ ગણાવી હતી. જોકે, તેમણે સ્વચ્છ અને વહેલી તકે પરીક્ષા લેવાય તેવું પણ જણાવ્યુ છે.

IPS હસમુખ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા હવે આવી ઘટનામાં ભવિષ્યમાં ન બને તે માટેની તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છે. આપણે બંને પ્રકારની કાળજી રાખવાની છે કે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે.

IPS Hasmukh Patel On Junior Clerk Exam, વહેલી તકે લેવાશે પરીક્ષા : IPS હસમુખ પટેલ

તેમણે વધુમાં જણાવ્યુ કે, બોર્ડની પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં અમારી પરીક્ષા લેવાની તૈયારી છે. પરંતુ હજી આ ચોક્કસ નથી. કારણ કે અમારે સ્વચ્છ પરીક્ષા લેવાની તૈયારી કરવાની છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે.

આપને જણાવીએ કે, આઇપીએસ હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.

More Details : Click Here