GUEEDC Yojana Registration, Online Apply Process | GUEEDC Yojana Registration Process | GUEEDC Online Apply Process – બિન અનામત આયોગની યોજનાઓ માટે રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ફોર્મ ભરવાની વિગતવાર માહિતી નીચે મુજબની છે. નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારી યોજના માટે ફોર્મ ભરીને અરજી કરી શકો છો.
GUEEDC Yojana Registration, Online Apply Process
➢ સૌપ્રથમ બિન અનામત આયોગની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રેહશે.
➢ SCHEME મેનૂ પર ક્લિક કરીને જે યોજના માટે તમે અરજી કરવા માંગતા હોય એના પર ક્લિક કરવાનું રેહશે.
➢ તમારા દ્વારા પસંદ કરેલ યોજનાનું સ્વરૂપ, લોન સહાયના ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડ અને જરૂરી દસ્તાવેજની
વિગત દેખાશે જે તમારે અચૂક વાંચી લીધા નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રેહશે.
➢ Apply Now પર ક્લિક કર્યા બાદ એક નવી સ્ક્રીન દેખાશે. હવે તમે જો પ્રથમ વખત અરજી કરતાં હોય તો “New User (Register) ? ઉપર ક્લિક કરવાનું રેહશે.
➢ New Register પર ક્લિક કરવાથી એક સ્કીન દેખાશે. જેમાં તમારે તમારું નામ, Email ID, Mobile Number, Password અને Confirm Password લખીને Submit પર ક્લિક કરવાનું રેહશે.
➢ આટલી પ્રોસેસ કર્યા બાદ તમારું રજિસ્ટ્રેશન Successful થઇ ગયેલ છે તેવો મેસેજ દેખાશે.
➢ હવે Already Register Click Here for Login? પર ક્લિક કરવાનું રેહશે.
➢ Already Register Click Here for Login? પર ક્લિક કરતાં જ એક નવી સ્ક્રીન દેખાશે. જેમાં તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને Captcha નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ Login પર ક્લિક કર્યા બાદ આપ જે યોજનામાાં અરજી કરવા ઇચ્છતા હોય તેની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ Apply Now પર ક્લિક કરવાથી જે તે યોજનાનું ફોર્મ ખૂલી જશે. જેમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને Save and Upload Photo & Signature બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ Save and Upload Photo & Signature પર ક્લિક કરવાથી એક નવી સ્ક્રીન ખુલશે. જેમાં Upload Photo પર ક્લિક કરીને આપનો ફોટો સિલેક્ટ કરવાનો રેહશે. આ રીતે ફોટો અપલોડ કર્યા બાદ તેજ રીતે Upload Signature બટન પર ક્લિક કરીને
સહી પણ અપલોડ કરી દેવાની રેહશે. ત્યાર બાદ Save photo and Signature & Upload Document બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ ત્યારબાદ નીચે આપેલ Save photo and Signature & Upload Document બટન પર ક્લિક કરશો ત્યારે તમારે જે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના હશે એની લિસ્ટ જોવા મળશે. દરેક ડોકયુમેંટની સામે Choose File બટન હશે. તમારે એ બટન પર ક્લિક કરીને તે ડોકયુમેંટ અપલોડ કરવાનું રેહશે. આ રીતે લિસ્ટમાં દેખાતા દરેક ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રેહશે. ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે save બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ Save બટન પર કરવાથી એક નવી સ્કીન દેખાશે. જેમાાં તમે અરજી કરતી સમયે જે વિગતો ભરેલ હશે તે દેખાશે. જે તમારે બરાબર ચેક કરી લેવાની રેહશે. જો કોઈ પણ વિગત યોગ્ય ના જણાતી હોય તો એને સુધારી લેવાની રેહશે. જો ભરેલી દરેક વિગતો યોગ્ય હોય તો નીચે આપેલ Confirm Application બટન પર ક્લિક કરવાનું રેહશે.
➢ Confirm Application બટન પર ક્લિક કરતાં જ તમારી અરજી કન્ફર્મ થઇ જશે અને આપને આપની અરજીનો કનફોર્મેશન નંબર મળશે. આ નંબર ને યોગ્ય જગ્યાએ નોંધી રાખવાનો રેહશે.
➢ Print Application બટન પર ક્લિક કરીને તમારા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રેહશે.