GPSSB : જાહેરાત ક્રમાંક-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ-1,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.07.05.2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે. તલાટી કમ મંત્રીની તારીખ 7.5. 2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.
ફોર્મ ભરવા માટેની લિન્ક :- Download Talati Confirmation Form
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી પરીક્ષા કંફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી પરીક્ષા કંફર્મેશન ફોર્મ નીચે આપેલ સૂચનાઓ અનુસાર ભરો:
- સૌથી પહેલાં તમે ઓજસ ઓનલાઇન વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી, Select Job માથી જાહેરાત પસંદ કરો.
- ત્યાર બાદ, તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
- હવે Ok બટન પર ક્લિક કરો
- પછી, કંફર્મેશન ફોર્મ કરવા માટે I agree And submit બટન પર ક્લિક કરો.
- બસ, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક કંફર્મેશન થઈ જશે અને પ્રિન્ટ ડાઉનલોડ કરો
આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી દેવું.
પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.09/04/2023 ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ 9,53,723 ઉમેદવારો સામે માત્ર 3,91,736 (41%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટુ રહેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.
આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે. અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં “જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.07.05.2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો” ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે.
ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. 13.04.2023 ના રોજ બપોરે 16.00 કલાકથી તા.20.04.2023 ના રોજ સવારે 11.00 કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : 20.04.2023 ના રોજ સવારે 11.00 કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ’ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં, જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી.
જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંક:- 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઇન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.07.05.2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં. અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર ધ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત ક્રમાંક:-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા. 07.05.2023 ના રોજ યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમતિ ફોર્મ મંડળ ધ્વારા સ્વીકારવામાં આવશે નહિ.