Foreign Education Loan Scheme | વિદેશ અભ્યાસ લોન યોજના | બિન અનામત વિદેશ અભ્યાસ કરવા માટે લોન સહાય યોજના | Foreign Education Loan Sahay Yojana Application Form
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC) બિનઅનામત વર્ગોની પીડાઓને સમજી અને દૂર કરવાનું કામ કરે છે. બિન અનામત વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારશ્રીને ભલામણ કરે છે. સમાજ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યા બાદ, બિન અનામત (Bin Anamat) વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની ભલામણ કરે છે. બિન અનામત વર્ગ આયોગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેમ કે શૈક્ષણિક અભ્યાસ યોજના લોન, ભોજન બિલ સહાય, કોચીંગ સહાય (ટ્યુશન સહાય), સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય તથા વિદેશ અભ્યાસ લોન વગેરે.
રાજ્યમાં બિન અનામત જ્ઞાતિના હોંશિયાર વિદ્યાર્થીઓને વિદેશ (Foreign) માં સારું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવાના હેતુસર તથા આર્થિક પરિસ્થિતિને મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા “વિદેશ અભ્યાસ લોન (યોજના)” અમલમાં મુકવામાં આવે છે. Gujarat Unreserved Educational & Economical Development Corporation (GUEEDC) દ્વારા “બિન અનામત લોન” આપવામાં આવે છે.
Foreign Education Loan Scheme Overview
યોજનાનું નામ | વિદેશ અભ્યાસ લોન સહાય યોજના |
યોજના હેતુ | બિન અનામત વર્ગના વિધ્યાર્થીઓને ઉચ્ચ અને સારું શિક્ષણ મળી રહે |
લાભાર્થી | બિન અનામત વર્ગના વિદેશ અભ્યાસ માટે જવા માંગતા વિધ્યાર્થીઓ |
લોન સહાય રકમ | 15 લાખની લોન સહાય |
Yojana Official Website | gueedc.gujarat.gov.in/ |
- ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.
Foreign Education Loan Yojana Eligibility
- ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો
- અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે
- રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
- ધોરણ-12 માં 60 ℅ કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
- કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6,00,000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
વિદેશ લોન સહાય યોજના હેઠળ મળવાપત્ર લાભ
ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.
વિદેશ અભ્યાસ લોન માટેના જામીન/દસ્તાવેજો
- સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
- સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે
વિદેશ અભ્યાસ લોનની પરત ચુકવણી
- રૂ. 5 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
- રૂ. 5 લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
- ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
- લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે
વિદેશ અભ્યાસ લોન સહાય યોજના માટે અગત્યના ડોક્યુમેંટ્સ
બિન અનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.
- નિયત નમુનાની અરજીપત્રક
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આધારકાર્ડની નકલ
- આવકનું પ્રમાણપત્ર
- એડમીશન લેટર
- ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ
- ધોરણ – 10 અને 12 ની માર્કશીટ
- શાળા છોડ્યાનો દાખલો ( LC )
- પાસપોર્ટની નકલ
- વિઝાની નકલ ( Visa Copy )
- એર ટીકીટ ( Air Ticket )
- દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી(Fees) નો પુરાવો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક
- પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ(Property mortgage) કરવાની સંમતિપત્ર
- પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.
How to apply for Foreign Education Loan Yojana?
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવાનું રેહશે.
- બિન અનામત વિદેશ અભ્યાસ લોન લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલાં Online Form ભરવાનું રહેશે. Online ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ વેબસાઈટ પર અપલોડ(Upload) કરવાના રહેશે.

Important Links
વિવિધ યોજનાઓ માટેની માહિતી આપતા ગ્રુપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો |
વિદેશ અભ્યાસ લોન યોજના માટે ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો |
વિદેશ અભ્યાસ લોન યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો |
Frequently Asked Questions
Q. વિદેશ અભ્યાસ લોન યોજના શું છે?
Ans – રાજ્યમાં બિન અનામત જ્ઞાતિના હોંશિયાર વિદ્યાર્થીઓને વિદેશ (Foreign) માં સારું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવાના હેતુસર તથા આર્થિક પરિસ્થિતિને મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા “વિદેશ અભ્યાસ લોન (યોજના)” અમલમાં મુકવામાં આવે છે.
Q. વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ 12માં કેટલા ટકા જોઈએ?
Ans – વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.
Q. વિદેશ અભ્યાસ લોન હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે??
Ans – વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
Q. વિદેશ અભ્યાસ લોન હેઠળ કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે?
Ans – વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ મળવાપાત્ર લોન પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.
Q. વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ ?
Ans – વિદેશ અભ્યાસ લોન લેવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ
Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update
Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.