Atal Pension Yojana | અટલ પેન્શન યોજના

Atal Pension Yojana | અટલ પેન્શન યોજના | Atal Pension Scheme Gujarati pdf | અટલ પેન્સન યોજના માહિતી ગુજરાતીમાં

ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી. દેશમાં ગરીબો, ઓછી સુવિધાવાળા તથા અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા આપવા માટે વર્ષ-2015-16 ના બજેટમાં Atal Pension Yojana અમલમાં મૂકવામાં આવેલી. આ યોજના પહેલાં સ્વાવલંબન યોજનાના નામથી ઓળખાતી હતી.

ભારત સરકાર દ્વારા જન-ધન થી જનસુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(330), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(12) વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્‍શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. જેના માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નિયમિત પ્રિમીયમ ભર્યા બાદ 60 વર્ષની ઉંમરે 1,000/- થી 5,000/- સુધી પેન્શન મળવાનું ચાલુ થશે.

Atal Pension Yojana

યોજનાનું નામઅટલ પેન્શન યોજના
લાભાર્થીભારત દેશના નાગરિક
લાભાર્થી ઉંમર18 થી 40 વર્ષ
Yojana Official Websitewww.jansuraksha.gov.in

Atal Pension Yojana Bank List

  • State bank of India (SBI)
  • Central Bank of India
  • Bank of India
  • Bank of Baroda
  • HDFC Bank
  • ICICI Bank
  • Bank of Maharashtra
  • Uco Bank
  • Punjab and Sindh Bank
  • Indian Overseas Bank
  • Axis Bank
  • Union Bank of India

અટલ પેન્શન યોજના હેઠળ મળવાપત્ર લાભ

  • આ યોજનાનો લાભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર થશે.
  • Atal pension yojana નો લાભ 60 વર્ષની ઉંમર બાદ લાભાર્થીઓને મળશે.
  • યોજના અંતર્ગત પ્રીમિયમ અનુસાર 1000 થી 5000 રૂપિયા સુધી દર મહિને પેન્‍શન મળશે.
  • પ્રિમીયમની રકમ ઉંમરના આધાર નક્કી થશે.
  • જો કોઈ 18 વર્ષના લાભાર્થીને આ યોજના હેઠળ 5000 પેન્‍શન મેળવવું હોય તો રૂ.210 પ્રીમિયમની દર મહિને જમા કરાવવું પડશે.
  • જો કોઈ 40 વર્ષના લાભાર્થીને 5000 પેંશન મેળવવું હોય તો તેમને દર મહિને પ્રિમીયમ પેટે 1454/- રૂપિયા જમા કરાવવા પડશે.

અટલ પેન્શન યોજના માટેની શરતો

  • યોજનામાં જોડાનાર લાભાર્થી પાસે Bank અથવા Post વિભાગનું Saving Account હોવું ફરજિયાત છે.
  • 18 થી 40 વર્ષના લાભાર્થીની ઉંમરની ખરાઈ માટે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવીંગ સર્ટીફિકેટ કે અન્ય ઉંમરના દસ્તાવેજ આપવા જરૂરી છે.
  • રોકમ રકમથી પ્રીમિયમના હપ્તા ભરી શકાશે નહીં. માત્ર બચત ખાતામાંથી ડેબિટ કરી હપ્તા ભરી શકાશે.
  • લાભાર્થીની ઉંમર અને પેન્‍શનની રકમને આધારે પ્રીમિયમની રકમ નક્કી થશે.
  • Saving Account ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્‍ટમાં મિનીમમ બેલેન્‍સ + પ્રિમીયમની રકમ જેટલું બેલેન્‍સ રાખવું જરૂરી છે.
  • 6 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Frozen થઈ જશે. 12 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Deactivate થઈ જશે અને 24 માસ સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતુ Closed થઈ જશે.
  • ગ્રાહક પેન્‍શનની રકમ વધારી કે ઘટાડી શકશે. પરંતુ માત્ર જે તે વર્ષના એપ્રિલ માસમાં જ અને વર્ષમાં એક જ વાર કરી શકશે.
  • PM Atal Pension Yojana હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના Spouse ને આજીવન લાભાર્થી દ્વારા નક્કી કરેલ પેન્‍શનની રકમ મળવાપાત્ર થશે.  અને જો Spouse ના હોય તો નોમિનીને પેન્‍શન કોપ્સની રકમ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દ્વારા અટલ પેંશન યોજના હેઠળ ભરેલ પ્રીમિયમની રકમ ઈન્‍કમટેક્ષના કાયદા મુજબ કલમ 80-C હેઠળ બાદ મળવાપાત્ર છે.

અટલ પેન્શન યોજના ચાર્ટ

APY યોજના અન્‍વયે દર મહિને 18 વર્ષ થી 40 વર્ષ સુધી લાભાર્થીને અટલ પેન્‍શન યોજના અંતર્ગત પ્રીમિયમ ભરવાનું હોય છે. પરંતુ atal pension yojana calculator યોગ્ય રીતે થાય તે જરૂરી છે, જેથી અટલ પેન્શન યોજના ચાર્ટનો યોગ્ય રીતે અભ્યાસ કરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

લાભાર્થની ઉંમર વર્ષકેટલા વર્ષોનું યોગદાનદર મહિને પેન્‍શન રૂ.1000દર મહિને પેન્‍શન રૂ.2000દર મહિને પેન્‍શન રૂ.3000દર મહિને પેન્‍શન રૂ.4000દર મહિને પેન્‍શન રૂ.5000
18424284126168210
19414692138183228
204050100150198248
213954108162215269
223859117177234292
233764127192254318
243670139208277346
253576151226301376
263482164246327409
273390178268356446
283297194292388485
2931106212318423529
3030116231347462577
3129126252379504630
3228138276414551689
3327151302453602752
3426165330495659824
3525181362543722902
3624198396594792990
37232184366548701,087
38222404807209571,196
39212645287921,0541,318
402029158287311641454
60 વર્ષ સુધી1.7 લાખ3.4 લાખ5.1 લાખ6.8 લાખ8.5 લાખ

અટલ પેન્શન યોજના માટે અગત્યના ડોક્યુમેંટ્સ

APY હેઠળ બેંક અથવા પોસ્ટ વિભાગમાં ખાતું ખોલાવી શકાય છે. જેના માટે લાભાર્થી પાસે નીચે મુજબના ડૉક્યુમેન્‍ટની જરૂરિયાત હોય છે.

  1. આધારકાર્ડ
  2. મોબાઈલ નંબર
  3. જન્મનું પ્રમાણપત્ર અથવા લીવીંગ સર્ટીફિકેટ કે અન્ય ઉંમર અંગેનું પુરાવો
  4. ચૂંટણીકાર્ડ
  5. સરનામાનો પુરાવો
  6. પાસપોર્ટ સાઈઝનો ફોટો

How to apply for Atal Pension Yojana?

આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાંથી APY નું ખાતું ખોલાવી શકાય છે.

  • Atal Pension Yojana Online Apply માટે SBI બેંકનું ઈન્‍ટરનેટ બેંકિંગમાં લોગીન કરવું પડશે.
  • SBI Login કર્યા બાદ e-Services પર ક્લિક કરવું પડશે. જેમાં Social Security Scheme પર ક્લિક કરવું.
  • જેમાં PMJJBY/PMSBY/APY નામના ત્રણ વિકલ્પ દેખાશે. જેમાં APY (અટલ પેંશન યોજના) પર ક્લિક કરવું.
  • જેમાં Atal pension Yojana Online form ખૂલશે. જેમાં આપની તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે. જેમ કે એકાઉન્‍ટ નંબર, નામ,ઉંમર, સરનામું વગેરે
  • જેમાં પેન્‍શનના અલગ-અલગ વિકલ્પ આવશે. જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે. આ મુજબ અટલ પેન્‍શન યોજના અંતગર્ત આપનું એકાઉન્‍ટ ખૂલશે.

Important Links

વિવિધ યોજનાઓ માટેની માહિતી આપતા ગ્રુપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો
અટલ પેન્શન યોજના માટે ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો
અટલ પેન્શન યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો

Frequently Asked Questions

Q. અટલ પેન્શન યોજના હેઠળ કેટલા રૂપિયાની પેન્શન સહાય મળવા પાત્ર થાય છે??

Ans – અટલ પેન્શન યોજના હેઠળ નિર્ધારિત ઉંમર પછી Rs. 1000 થી Rs. 5000 સુધીની પેન્શન સહાય મળવાપાત્ર છે.

Q. અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ ?

Ans – અટલ પેન્શન યોજના લાભ લેવા માટે લાભાર્થીની વય 18 થી 40 વર્ષની હોવી જોઈએ


Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.