8000+ Police Constable Bharti Update : Harsh Sanghavi has announced that 8000+ Vacancies of Police Bharti 2023 24 will be coming soon. હાલ વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા પૂર્ણ થયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં 8000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

Police Constable Bharti Update
✒ 8 હજાર કરતા વધુ પોલીસકર્મીઓની કરાશે ભરતી.
✒ ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાશે.
✒ આગામી બે-ત્રણ મહિનાની અંદર નવી ભરતીઓ શરૂ થાય તેવો આડકતરો સંકેત.
ઉનાળા બાદ આ પ્રેક્ટિકલ પરીક્ષાઓનું આયોજન પણ શરૂ કરાશે. આગામી બે ત્રણ મહિનાની અંદર નવી ભરતીઓ શરૂ થાય તેવો આડકતરો સંકેત હર્ષ સંઘવીએ આપ્યો. તેમજ નવી એસઆરપી મહિલા બટાલિયન સહિત કુલ 8000થી વધુની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.

છેલ્લાં 9 વર્ષમાં 60 હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી :- સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં 60 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે. આ પૂર્વે પોલીસના મહેકમમાં સતત નોંધપાત્ર ઘટાડો જ રહેતો હતો. પરંતુ છેલ્લા 9 વર્ષથી ભરતીની પ્રક્રિયા સારી થઇ હોવાથી મહેકમમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.