વ્યક્તિ વિશેષ – ખુદીરામ બોઝ વિશે માહિતી

વ્યક્તિ વિશેષ – ખુદીરામ બોઝ
વ્યક્તિ વિશેષ - ખુદીરામ બોઝ વિશે માહિતી
ગુજરાત રાજ્યના સમાન નામ ધરાવતા તાલુકાઓ વિષેની બધી માહિતી  - જાણો અહિયાં ક્લિક કરીને 

✦ જન્મ – ૩ ડિસેમ્બર ૧૮૮૯ (પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામમાં થયો હતો.)

✦ પિતા – ત્રૈલોક્યનાથ (મારજોલ રાજની જાગીરમાં મહેસુલ અધિકારી હતા)

✦ ખુદીરામ ત્રણ બહેનો બાદ તેમના પરિવારનું ચોથું સંતાન હતા

✦ તેમના જન્મ પૂર્વે તેમના માતાપિતા ત્રૈલોક્યનાથ બોઝ અને લક્ષ્મીપ્રિયા દેવીને બે પુત્રો હતા પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું

✦ પ્રચલિત પારંપરીક રીતિ-રિવાજો અનુસાર નવજાત શિશુને ટૂંકી આયુમાં મૃત્યુથી બચાવવા માટે પ્રતિકાત્મક રીતે ત્રણ મુઠ્ઠી અનાજના (સ્થાનિક ભાષામાં ખુદ) બદલામાં તેમની મોટી બહેનને વેચી દેવાયા. આ રીતે તેમનું નામ ખુદીરામ પડ્યું.

✦ છ વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. તેના એક વર્ષ બાદ જ તેમના પિતાનું પણ અવસાન થયું.

✦ એપ્રિલ ૧૯૦૮માં અનુશીલન સમિતિની એક ગુપ્ત બેઠકમાં કિંગ્સફોર્ડની હત્યા માટે ખુદીરામના સાથીદાર તરીકે પ્રફુલકુમાર ચાકીની પસંદગી કરવામાં આવી.

✦ આ દરમિયાન, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ક્રમશ: હરેન સરકાર અને દિનેશ ચંદ્ર નામ ધારણ કરી કિશ્વરમોહન બંદોપાધ્યાય સંચાલિત ધર્મશાળામાં આશરો લીધો.

✦ એકવાર કિંગ્સફોર્ડ તેમની પત્ની અને પુત્રી સાથે બ્રિજ રમીને સાંજે લગભગ સાડા આઠ વાગે ઘરે પરત ફરી રહ્યાં હતા.જ્યારે તેમની ગાડી યુરોપીય ક્લબના પૂર્વ દરવાજે પહોંચી, બન્ને ક્રાંતિકારીઓએ દોડીને ગાડી પર બોમ્બ ફેંકી દીધા. આ ભયાનક વિસ્ફોટમાં કિંગ્સફોર્ડની પત્ની અને પુત્રીનું અવસાન થયું.

✦ પહેલી મે ના દિવસે ખુદીરામને મુજ્જફરનગરના જિલ્લાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મેજીસ્ટ્રેટ સમક્ષ તેમણે પોતાના ગુનાની કબુલાત કરી.તેમના આ કાર્ય બદલ તેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

✦ ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી.

વ્યક્તિ વિશેષ – ખુદીરામ બોઝ વિશે માહિતી – પોસ્ટ ગમી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે

તમને અમારી વેબસાઇટ પર થી મળશે નવી લેટેસ્ટ આધુનિક જગત ને લગતી માહિતીઓ જે મદદ કરશે તમને તમારી પરીક્ષાઓ માં પૂછાતા “Current Affairs” વિભાગ માં અને તમારું જ્ઞાન વધારવામાં એટલે દરરોજ ચેક કરતાં રહો અમારી વેબસાઇટ Onlinegovjob.in