વ્યક્તિ વિશેષ – એ. પી. જે. અબ્દુલ કલામ સર (ભારતના રાષ્ટ્રપતિ)

ગુજરાત રાજ્યના સમાન નામ ધરાવતા તાલુકાઓ વિષેની બધી માહિતી - જાણો અહિયાં ક્લિક કરીને
✦ પૂરું નામ -અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ
✦ જન્મ – ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ
✦ મૃત્યુ – ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ)
✦ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા.
✦ ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.
✦ તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો.
✦ તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો. કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.
✦ બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.
✦ ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.
✦ ૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા.
✦ તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.
✦ રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.
✦ ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
✦ રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
✦ એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦’માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.
✦ વિવિધ ક્ષેત્રેસન્માન કે ખિતાબ ની માહિતી
સન્માન કે ખિતાબનું વર્ષ | સન્માન કે ખિતાબનું નામ | સન્માનીત કરનાર સંસ્થા |
---|---|---|
૨૦૧૪ | ડૉક્ટર ઓફ સાયન્સ | એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે. |
૨૦૧૨ | ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa) | સિમોન ફ્રેઝર યુનિવર્સિટી |
૨૦૧૧ | IEEE માનદ સદસ્યતા | IEEE[ |
૨૦૧૦ | ડૉક્ટર ઓફ ઈજનેરી | યુનિવર્સિટી ઓફ વોટરલૂ |
૨૦૦૯ | માનદ ડૉક્ટરેટ | ઓકલેન્ડ યુનિવર્સિટી |
૨૦૦૯ | હૂવર મેડલ | ASME ફાઉન્ડેશન, યુ.એસ.એ. |
૨૦૦૯ | ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડ | કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ. |
૨૦૦૮ | ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa) | નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર |
૨૦૦૮ | ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa) | અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ |
૨૦૦૭ | ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી | કાર્નેગી મેલોન યુનિવર્સિટી |
૨૦૦૭ | કિંગ ચાર્લ્સ II મેડલ | રોયલ સોસાયટી, યુ.કે. |
૨૦૦૭ | ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ | યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે. |
૨૦૦૦ | રામાનુજન એવોર્ડ | અલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ |
૧૯૯૮ | વીર સાવરકર એવોર્ડ | ભારત સરકાર |
૧૯૯૭ | ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશન | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૭ | ભારત રત્ન | ભારત સરકાર |
૧૯૯૪ | ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસ | ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત) |
૧૯૯૦ | પદ્મવિભૂષણ | ભારત સરકાર |
૧૯૮૧ | પદ્મભૂષણ | ભારત સરકાર |
વ્યક્તિ વિશેષ – એ. પી. જે. અબ્દુલ કલામ સર (ભારતના રાષ્ટ્રપતિ) – પોસ્ટ ગમી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે
તમને અમારી વેબસાઇટ પર થી મળશે નવી લેટેસ્ટ આધુનિક જગત ને લગતી માહિતીઓ જે મદદ કરશે તમને તમારી પરીક્ષાઓ માં પૂછાતા “Current Affairs” વિભાગ માં અને તમારું જ્ઞાન વધારવામાં એટલે દરરોજ ચેક કરતાં રહો અમારી વેબસાઇટ Onlinegovjob.in