બાગાયતી યોજનાઓની યાદી 2023 | Ikhedut Portal Registration | Ikhedut Portal Bagayati Yojana 2| Ikhedut Portal Online Application 2023-24
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન પોર્ટલ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan portal અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ માટે e-kutirPortal વગેરે…. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની યોજનાઓની યાદીની માહિતી મેળવીશું. આ આર્ટિક્લ ને અંત સુધી વાંચો.
બાગાયતી યોજનાઓની યાદી ૨૦૨૩

બાગાયતી ખેતી યોજના ગુજરાત ૨૦૨૩
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ikhedut Portal પર કૃષિ વિભાગ ને લગતી વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે…. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં બાગાયતી યોજના ગુજરાત ૨૦૨૩ ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 70 થી વધુ યોજનાઓની યાદી ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 જુલાઈ ૨૦૨૩ સુધીમાં લાભ લેવાનું સૂચન ખેડૂતોને સરકારશ્રીએ કર્યું છે.
Bagayati Yojana 2023 Highlights
વિભાગ નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
આર્ટિકલનું નામ | બાગાયતી યોજનાઓની યાદી 2022 |
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય | બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
કુલ બાગાયતી યોજનાઓ | 74 બાગાયતી યોજનાઓ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન (online) |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
Krushi Sahay Yojana Gujarat 2023 હેઠળ ચાલતી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે લાભાર્થીઓની અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ કરેલ છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાઓનો લાભ લેવા I khedut portal પરથી ઓનલાઇન અરજી (online application) કરવાની રહેશે.
Bagayati Yojana List 2023
તાજેતરમાં ગુજરાત સરકાર બાગયતી વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે કુલ 74 જેટલી યોજનાઓ આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
બાગાયતી યોજનાઓનું લિસ્ટ (ક્રમ 1 થી 15)
અનુ. નંબર | ઘટકનું નામ |
---|---|
1 | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો |
2 | અનાનસ (ટીસ્યુ) |
3 | અન્ય સુગંધિત પાકો |
4 | અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
5 | ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ |
6 | ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય |
7 | ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ |
8 | કંદ ફૂલો |
9 | કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ |
10 | કેળ (ટીસ્યુ) |
11 | કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ |
12 | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ |
13 | કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ |
14 | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે |
15 | છુટા ફૂલો |
Also Read More:- સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના માટે અરજી કરવા અહી ક્લિક કરો
Also Read More:- પશુ વ્યાજ સહાય યોજના માટે અરજી કરવા અહી ક્લિક કરો
બાગાયતી યોજનાઓનું લિસ્ટ (ક્રમ 16 થી 30)
અનુ. નંબર | ઘટકનું નામ |
---|---|
16 | જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે |
17 | ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) |
18 | ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર |
19 | ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) |
20 | ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) |
21 | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
22 | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા |
23 | દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય |
24 | દાંડી ફૂલો (કટ ફલાવર્સ) |
25 | નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે |
26 | નર્સરીની માળખાગત સુવિધા સુધારવા |
27 | નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય |
28 | પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ |
29 | પપૈયા |
30 | પ્લગ નર્સરી |
બાગાયતી યોજનાઓનું લિસ્ટ (ક્રમ 31 થી 45)
અનુ. નંબર | ઘટકનું નામ |
---|---|
31 | પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) |
32 | પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) |
33 | પ્લાસ્ટીક ટનલ્સ |
34 | પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન |
35 | પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.) |
36 | પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
37 | પાવર ટીલર (૮ BHP થી ઓછા) |
38 | પાવર ટીલર (૮ BHP થી વધુ) |
39 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા) |
40 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) |
41 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) |
42 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે |
43 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે |
44 | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે |
45 | પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય |
બાગાયતી યોજનાઓનું લિસ્ટ (ક્રમ 46 થી 60)
અનુ. નંબર | ઘટકનું નામ |
---|---|
46 | પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
47 | પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
48 | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
49 | ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10) |
50 | ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે |
51 | બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય |
52 | બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય |
53 | બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય |
54 | બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે |
55 | મધમાખી સમૂહ (કોલોની) |
56 | મધમાખી હાઇવ |
57 | મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર |
58 | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) |
59 | મિશન મધમાખી કાર્યક્રમ |
60 | લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો |
બાગાયતી યોજનાઓનું લિસ્ટ (ક્રમ 60 થી 74)
અનુ. નંબર | ઘટકનું નામ |
---|---|
61 | લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન) |
62 | લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ |
63 | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો |
64 | વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) |
65 | વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
66 | વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો |
67 | વોલ્ક ઇન ટનલ્સ |
68 | સ્ટ્રોબેરી |
69 | સરગવાની ખેતીમાં સહાય |
70 | સ્વયં સંચાલિત બાગાયત મશીનરી |
71 | હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે |
72 | હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય |
73 | હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) |
74 | હાઇબ્રીડ બિયારણ |
બાગાયતી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. બાગાયતી વિભાગની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીનની નકલ 7-12
- S.C જ્ઞાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- S.T જ્ઞાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ (Aadhar Card)
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
How To Apply For Bagayati Yojana Online Registration Process
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઇન અરજી કરવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત મિત્રોએ નીચે મુજબના પગલાં લેવા પડશે.
- ખેડૂત ભાઈઓએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચમાંથી અધિકૃત વેબસાઈટ (ikhedut.gujarat.gov.in) ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-3 પર આવેલી “બાગાયતી યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “બાગાયતી યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 74 યોજનાઓ બતાવશે.
- જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો?
- જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
1. ખેડૂતોના વિકાસ માટે અને યોજનાઓનો લાભ આપવા માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?
ગુજરાતના ખેડૂતોના વિકાસ માટે i-Khedut Portal બનાવવામાં આવેલ છે.
2. Bagayati Yojana List 2023 દ્વારા કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે?
તાજેતરમાં બાગાયતી વિભાગ દ્વારા કુલ 74 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
3. બાગાયતી વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?
ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.